વધુ એક સફળતા! તેજસની બીજી સ્ક્વોડ્રન તૈયાર, જે કહેવાય છે 'ફ્લાઈંગ બુલેટ્સ'

ભારતીય વાયુસેના (Indian Air Force)ને સ્વદેશી તેજસ (Tejas) ફાઈટર એરક્રાફ્ટની બીજી સ્કવોડ્રન મળી ગઈ છે. વાયુસેના અધ્યક્ષ એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કોયંબતુર પાસે સુલુરમાં 18 સ્ક્વોડ્રનમાં નવા તેજસ એરક્રાફ્ટ સામેલ કર્યાં. આ સ્ક્વોડ્રનને ફ્લાઈંગ બુલેટ્સના નામે પણ ઓળખે છે. તેજસની પહેલી સ્ક્વોડ્રન ફ્લાઈંગ ડેગર પણ સુલુરમાં જ છે. 
વધુ એક સફળતા! તેજસની બીજી સ્ક્વોડ્રન તૈયાર, જે કહેવાય છે 'ફ્લાઈંગ બુલેટ્સ'

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (Indian Air Force)ને સ્વદેશી તેજસ (Tejas) ફાઈટર એરક્રાફ્ટની બીજી સ્કવોડ્રન મળી ગઈ છે. વાયુસેના અધ્યક્ષ એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કોયંબતુર પાસે સુલુરમાં 18 સ્ક્વોડ્રનમાં નવા તેજસ એરક્રાફ્ટ સામેલ કર્યાં. આ સ્ક્વોડ્રનને ફ્લાઈંગ બુલેટ્સના નામે પણ ઓળખે છે. તેજસની પહેલી સ્ક્વોડ્રન ફ્લાઈંગ ડેગર પણ સુલુરમાં જ છે. 

— ANI (@ANI) May 27, 2020

ફ્લાઈંગ બુલેટ્સને એપ્રિલ 1965માં પહેલીવાર બનાવવામાં આવી હતી અને તેને ફોલેન્ડ નેટ ફાઈટર્સથી લેસ કરવામાં આવી હતી. 1971ના યુદ્ધમાં નેટે પોતાનાથી અનેકગણા આધુનિક પાકિસ્તાની સેબર જેટ્સને તબાહ કર્યા હતાં અને વાયુસેનાનો એકમાત્ર પરમવીર ચક્ર આ સ્કવોડ્રનને મળ્યો હતો. ત્યારબાદ સ્ક્વોડ્રનને મિગ 27 એરક્રાફ્ટ મળ્યાં અને 2016માં મિગ 27ના સેવાનિવૃત્ત થયા બાદ સ્ક્વોડ્રનને પણ નંબરપ્લેટેડ કરી દેવાઈ. સ્ક્વોડ્રનને ગત મહિને સુલુરમાં પુર્નજીવિત કરવામાં આવી અને 27 મેના રોજ તે ભારતીય વાયુસેનાની તેજસની બીજી સ્ક્વોડ્રન બની ગઈ. 

જુઓ LIVE TV

વાયુસેનામાં તેજસની પહેલી સ્ક્વોડ્રનને 1 જુલાઈ 2015ના રોજ બેગ્લુરુમાં તૈયાર કરાઈ હતી. જેને ત્યારબાદ સુલુરમાં લઈ જવામાં આવી. આ સ્ક્વોડ્રન એટલે ફ્લાઈંગ ડેગર્સમાં તે સમયે 16 તેજસ સામેલ થઈ ચૂક્યા છે અને તે સંપૂર્ણ રીતે ઓપરેશનલ છે. વાયુસેનાએ શરૂઆતમાં 40 તેજસનો ઓર્ડર આપ્યો હતો અને હવે 83 તેજસનો વધારાનો ઓર્ડર આપવાની તૈયારીમાં છે. તેજસ પોતાની શ્રેણીનું સૌથી હળવું અને નાનું એરક્રાફ્ટ છે. તેને ઉડાણમાં સરળતા આપવા માટે ફ્લાય બાય વાયરની સુવિીધા છે. મલ્ટી મોડ રડાર છે, ઈન્ટીગ્રેટેડ ડિજિટલ એવિયોનિક્સ છે અને તેનું માળખું કમ્પોઝિટ મટિરિયલથી બનેલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news